માંડવી: પીપરી ગામે યુવતીનો આપઘાત પોલીસે તપાસ હાથ ધરી
Mandvi, Kutch | May 13, 2026 પીપરી ગામના મફતનગર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય જશુબાઈ કાનજી સંઘારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો યુવતીને તાત્કાલિક માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે કોડાય પોલીસએ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.