મુન્દ્રા: મુન્દ્રાના મહિલા સાથે ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી: હર્ષ સંઘવીની દરમિયાનગીરીથી ત્રણ જ દિવસમાં નાણાં પરત મળ્યા
Mundra, Kutch | Aug 12, 2026 કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે રહેતા આશાબેન સિદ્ધપુરા સાથે 'કેડી એન્ટરપ્રાઇઝ' નામની કંપની દ્વારા નાણાં ડબલ કરવાની લાલચ આપીને આશરે ૩૫ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. ભોગ બનનાર મહિલાએ અન્ય લોકોને પણ આ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું, પરંતુ નિયત સમય વીતી જવા છતાં કંપની તરફથી નાણાં પરત ન મળતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું