તારાપુર: ઈસરવાડા ગીરનાર હોટલની પાછળના ખેતરમાંથી 4.9 ફૂટ લાંબા મગરનું સફળ રેસ્ક્યૂ
Tarapur, Anand | Aug 14, 2026 ઇસરવાડા પાસેના ગીરનાર હોટલ પાછળ આવેલ ખેતરમાં આશરે 4.9 ફૂટ લાંબો મગર આવી પહોંચ્યો હતો. રસ્તે આવતા-જતા લોકો અને ગ્રામજનોની નજરે આ જળચર જીવ પડતાં જ ભયનો માહોલ છવાઈ ગયો હતો.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાગૃત ગ્રામજનોએ તાત્કાલિક તારાપુર ફોરેસ્ટ વિભાગને આ અંગેની સચોટ માહિતી મળતા તારાપુર ફોરેસ્ટ વિભાગ અને 'નેચર હેલ્પ ફાઉન્ડેશન'ની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી. બંને ટીમોએ સંકલન સાધીને સતત બે દિવસ સુધી વોચ ગોઠવી મગરનો સલામત રેસ્ક્યુ કર્યું હતું.