ઘોઘંબા: કાલોલ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વંચિત લાભાર્થીઓ મુદ્દે જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાચા લાભાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત અનુસાર, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન હાથ ધરાયેલા રી-સર્વેમાં દરેક ગામના અનેક ગરીબ અને આવાસ મેળવવાને પાત્ર એવા સાચા લાભાર્થીઓના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અથવા તેઓ સર્વેથી વંચિત રહી ગયા છે. સરપંચોએ આ ગરીબ પરિવારો આવાસના લાભથી વંચિત ન રહે તે માટે રી-સર્વ