દેત્રોજ રામપુરા: ઓઢવમાં વિધર્મીએ નામ બદલી વિધવાને ફસાવી, પોલીસે કરી કાર્યવાહી
ઓઢવમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો.લઘુમતી સમાજના યુવકે વિધવા મહિલાને હિન્દુ યુવક બનીને પ્રેમજાળમાં ફસાવી.આરોપીએ મોહિત પટેલ નામની ઓળખ આપી આધારકાર્ડ બનાવ્યું હતું.હોટલમાં લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું.મહિલાને યુવકના ધર્મની સાચી ઓળખ થતા સંબંધ તોડી નાંખ્યા અને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.