પાલડી વિસ્તારમાં સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાલડીના વર્ધમાન ફ્લેટમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ શ્વાન પકડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે વિરોધ કરી અડચણ ઉભી કરવા બદલ કોર્પોરેશને જીત પંચાલ અને અર્શ બાફના સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે.