દાહોદ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને વર્ષ 2030 સુધી મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તા. 18/05/2026 થી 27/05/2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રિ-મોન્સૂન હાઉસ-ટુ-હાઉસ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અતિત ડામોરના દિશાનિર્દેશ મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન રીતે કરવામાં આવી હતી.
સર્વે દરમિયાન કુલ 17,184 લોહીના નમૂનાઓ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. તેની તપાસ દરમિયાન એક પણ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયો નહોતો, જે જિલ્લાની આરોગ્ય સેવાઓ અને જનજાગૃતિના સફળ પરિણામનું પ્રતિબિંબ છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આવેલ 2,248 બાંધકામ સ્થળો તેમજ 1,711 સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન જ્યાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ જો
Dohad, Dahod | Jun 10, 2026