માંડવી: માંડવીના વોર્ડ નં. ૬માં વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
Mandvi, Kutch | May 6, 2026 માંડવીના વોર્ડ નં. ૬માં રહેતા વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.જુવેરિયા ઝાહિદ ઘાંચીએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ સાથે શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. દેવર્ષી વીરેન ગઢવીએ ધોરણ ૧૦માં A1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું, જ્યારે ઓમ ભાવેશ નિમાવતે પણ ધોરણ ૧૦માં A1 ગ્રેડ સાથે ગૌરવશાળી સફળતા મેળવી છે..