ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના રવેરી ગામે ટ્રેક્ટર ચલાવવા બાબતે નજીવી અદાવતમાં મારામારી, ચાર ઈસમો સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
ઘોઘંબા તાલુકાના રવેરી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે થયેલા વિવાદમાં ચાર ઈસમો સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ખેડૂત વિપુલભાઈ પરમારના ટ્રેક્ટરથી ગ્રાઉન્ડમાં સામાન્ય નુકસાન થતાં, તેમણે સમાધાનની ખાતરી આપી હતી. તેમ છતાં, પ્રવિણસિંહ, યોગેશભાઈ, ભાવિનભાઈ અને ધર્મેન્દ્રસિંહ પરમારે અદાવત રાખી લાકડી અને પાવડા સાથે ફરિયાદીના ઘરે આવી ટ્રેક્ટરમાં તોડફોડ કરી હતી. વચ્ચે છોડાવવા પડેલા મીનાક્ષીબેનને ઝાપટ મારતા તેમની સોનાની બુટ્ટી ગુમ થઈ