વિજાપુર નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઇનબંધ કરી દેવાતા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.ખાસ કરીને મકરાણી દરવાજા પાસે આવેલી ૨૨ વર્ષ જૂની લોખંડની પાઇપલાઇન કાટ ખાઈ જવાથી તેમાં વારંવાર લીકેજિંગ થતાં આ સ્થિતિ સર્જાઈ છે.પાલિકાએ લાલ દરવાજાની પાણીની ટાંકીમાંથી સપ્લાય બંધ કરી દેતાં દોશીવાડા,મકરાણીદરવાજા, બાલ્યોમાઢ, અશરફી ચોક, સુથારવાડો, વૈઘ નો માઢ,સહિત ના વિસ્તારો માં આજરોજ બુધવારે બપોરે 12 કલાકે પાણી ની પોકાર પડી હતી.