ઉમરપાડા: વહાર ગામે ગેર કાયદેસર ચર્ચને લઈને ઉમરપાડા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામમાં આદિવાસીઓની જમીન પર ગેરકાયદેસર રીતે ચર્ચનું બાંધકામ થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ દેવ બિરસા સેના દ્વારા કરવામાં આવ્યો છે. આ સંગઠને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક બાંધકામ અટકાવવા અને સંડોવાયેલા ઈસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.દેવ બિરસા સેનાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વહાર ગામમાં ફક્ત આદિવાસીઓની વસ્તી છે.