વડોદરાના ચકચારી ભાયલી ગેંગરે*પ કેસમાં દોષિત ઠરેલા પાંચ આરોપીઓને હવે 31 ઓગસ્ટે સજા ફરમાવવામાં આવશે. બે વર્ષ પહેલાં નવરાત્રીના બીજા નોરતે ભાયલી-બીલ રોડ પર બનેલી આ ઘટનામાં કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આજે આરોપીઓને સુરક્ષા સહિતના કારણોસર વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સજાનો હુકમ 31 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે, ત્યારે હવે આરોપીઓને મળનારી સજા પર સૌની નજર છે.
#HumDekhengeNews #VadodaraNews #BhayliCase #CourtVerdict