પોરબંદર: સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નિમેશ ગોઢાણિયા વિરુદ્ધ ગુનો દાખલ
પોરબંદરના ખાંભોદર ગામમાં ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી તેને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો છે. બગવદર પોલીસ સ્ટેશનમાં નિમેશ આતિયાભાઈ ગોઢાણિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.