ઓડિશાના જીતુ મુંડાના જીવનમાં આખરે ખુશીઓએ દસ્તક આપી છે. બહેનનો મૃ*તદેહ ખભા પર લઈને બેંક પહોંચવાની તેમની હૃદયદ્રાવક તસવીરથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ ઘટના બાદ દેશભરમાંથી લોકોએ મદદનો હાથ લંબાવ્યો અને જીતુના બેંક ખાતામાં અંદાજે 20 લાખ રૂપિયા જમા થયા છે. આર્થિક મદદ મળતાં હવે જીતુ પોતાનું પાકું ઘર બનાવી રહ્યા છે. ઘરનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર ફ્લોરનું કામ બાકી છે. એક સમયે ગરીબી સામે ઝઝૂમતા જીતુ માટે લોકોની મદદ નવી જિંદગીની આશા બની છે.
#OdishaNews #JituMunda #HumanityFirst #humdekhengenews