માંડવી: માંડવીમાં સફાઈ વ્યવસ્થાને લઈને જાગૃત નાગરિક અશ્વિન મકવાણાના સવાલો
Mandvi, Kutch | Jun 7, 2026 માંડવી શહેરમાં સફાઈ વ્યવસ્થાને લઈને જાગૃત નાગરિક અશ્વિનભાઈ મકવાણાએ નગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. ખાસ કરીને માંડવી-લાયજા રોડ વિસ્તારમાં સફાઈની સ્થિતિ અંગે તેમણે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયમિત રીતે સફાઈ થતી નથી, જેના કારણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. અશ્વિનભાઈ મકવાણાએ પ્રશ્ન કર્યો હતો કે નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે વિવિધ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રોજિંદી સફાઈ કેમ થતી