પોરબંદર: પોરબંદરના કુછડીમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા: 50,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોરબંદરના કુછડી ગામમાં ચારણઆઈ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 7 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 50,600 રૂપિયા રોકડ અને પત્તા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.