ગરબા માત્ર નૃત્ય નથી, માતાજીની ભક્તિ અને આપણી પરંપરા સાથે જોડાયેલું પર્વ છે. ત્યારે ગરબાના આયોજનમાં મનોરંજનની મર્યાદા કેટલી હોવી જોઈએ?
ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા Genzatriમાં માતાજીના ગરબા દરમિયાન બોલિવૂડનાં ગીતો વગાડવામાં આવ્યાં હોવાનો આક્ષેપ છે. માતાજીની મૂર્તિ સામે એક વ્યક્તિએ શર્ટ કાઢીને ગંજીમાં લોકોને બોલિવૂડનાં ગીતો પર નચાવ્યા હોવાની પણ વાત સામે આવી છે.
આવા ધાર્મિક આયોજનમાં ગરબાની પરંપરા અને માતાજી પ્રત્યેનો આદર જળવાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આયોજકો અને ભાગ લેનારા સૌની છે.
#Amdavad #Genzatri #Garba #Navratri #GarbaTradition
[Amdavad, Genzatri, Garba, Navratri, Mataji, Gujarat University, Convention Centre, Exhibition Centre, Bollywood Songs, Garba Tradition, Gujarati Culture, Devotion, Religious Sentiments, Event Organisers, Cultural Values]