મુન્દ્રા: મુંદરામાં નશાના વેપાર પર પોલીસનો સપાટો: કિંગ પ્લાઝા પાસેથી ગાંજાના જથ્થા સાથે મોટી ભુજપુરના બે શખ્સો ઝડપાયા
Mundra, Kutch | Nov 6, 2026 કચ્છ પશ્ચિમ-ભુજ પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મુંદરા પોલીસે બાતમીના આધારે કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સની બાજુમાંથી બે શખ્સોને માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે.