અકોટા ગામમાં LCB ઝોન-2ની કાર્યવાહી, બોગસ તબીબ ઝડપાયો.....
વડોદરા જિલ્લાના અકોટા ગામમાં LCB ઝોન-2 દ્વારા કાર્યવાહી કરી 45 વર્ષીય બિસ્વજીત પ્રફુલ્લા હાલદારને ઝડપી પાડવામાં આવ્યો છે......
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી માત્ર ધોરણ-10 પાસ છે અને કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર છેલ્લા 15 વર્ષથી એલોપેથીક સારવાર કરતો હોવાનો આક્ષેપ છે.....
પોલીસે ‘પ્રોમીલા ક્લિનિક’ ખાતે તપાસ દરમિયાન 38 કફ સીરપ, 162 ઈન્જેક્શન સહિત કુલ રૂ.1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.....
માન્ય તબીબી લાયકાત વિના વર્ષોથી સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપને પગલે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.....
#charotar_breaking_india #letestnews #vadodara/akota #fakedoctor #LCB