Public App Logo
કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ અજાણ્યા પુરુષની લાશ અંગે વાલીવારસની શોધખોળ દાહોદ: દાહોદ-ઇન્દોર નેશનલ હાઇવે નં. ૪૭ પરથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવેલી છે. કતવારા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોત (રજિ. નં. ૧૩/૨૦૨૬) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત અનુસાર, તા. ૧૧/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યાથી તા. ૧૨/૦૮/૨૦૨૬ ના સવારના ૦૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પરથી આશરે ૩૫ વર્ષની વયના એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના વાલીવારસ કે ઓળખ મળી ન આવતા હાલ લાશને ઓળખ માટે દાહોદ સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકનું શારીરિક વર્ણન: • ઉંમર: આશરે ૩૫ વર્ષ • બાંધો: પાતળો • રંગ: ઘઉંવર્ણો • વાળ: કાળા • પહેરેલા કપડાં: ગુલાબી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ આ વર્ણનવાળા પુરુષ અથવા તેના સગા-સંબંધીઓ અંગે કોઈને પ� - Dohad News