સીઝનલ ફ્લુના વધતા કેસોને પગલે સુરતનું આરોગ્ય તંત્ર H1N1 સામે સજ્જ બન્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરથી લઈને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. હોસ્પિટલના પાંચ અલગ-અલગ વોર્ડમાં H1N1 દર્દીઓ માટે વિશેષ બેડ તૈયાર કરાયા છે. આરોગ્ય મંત્રીની ટકોર બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયારીઓ વધુ સઘન બનાવવામાં આવી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1નો એકપણ દર્દી દાખલ નથી. એકપણ કેસ ન હોવાથી તંત્રએ રાહત અનુભવી છે, છતાં સંપૂર્ણ સતર્કતા જાળવવામાં આવી રહી છે.
#HumDekhengeNews #SuratNews #H1N1 #SeasonalFlu #HealthAlert