કચ્છમાં પ્રતિબંધિત આર્મી કોમ્બેટ યુનિફોર્મના કાપડનો મોટો જથ્થો ઝડપાયો છે. મિલિટરી ઇન્ટેલિજન્સ ભુજ અને ભુજ બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ભુજ RTO સર્કલ અને માધાપર વિસ્તારમાં આવેલી બે દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં 128 મીટર ફેબ્રિક, 50 જોડી કોમ્બેટ ડ્રેસ, 280 કેપ અને 36 કોટ-જેકેટ મળ્યા હતા. મામલે નથુસિંહ ઢાકા, કાનજી મહેશ્વરી અને તારાચંદ શિવરાન સામે ગુનો નોંધાયો છે. પાકિસ્તાન સરહદને અડીને આવેલા સંવેદનશીલ કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને તપાસ તેજ કરાઈ છે.
#HumDekhengeNews #KutchNews #MilitaryIntelligence #ArmyUniform