ગારિયાધાર: ગારીયાધાર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો
ગારીયાધાર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં સમગ્ર ગારીયાધાર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે વરસાદના આગમનથી રાહતના સમાચાર જોવા મળ્યા હતા. ધીમીધારે વરસતા વરસાદના કારણે શહેરના માર્ગો અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.