કડી: ઘુમાસણ ગામે ગૌચરમાંથી સૂકા ઝાડ કાપતી ટોળકીને ગ્રામજનોએ ઝડપીને ફોરેસ્ટ વિભાગ જાણ કરી
Kadi, Mahesana | Jul 30, 2025 કડી તાલુકાના ઘુમાસણ ગામે હાડવી રોડ ઉપર આવેલ ગૌચરમાંથી કેટલાક સમયથી સૂકા ઝાડ કાપી બરોબર વેપાર કરાતો હોવાની ફરિયાદના આધારે ગામ લોકોએ 29 જુલાઈ નાં રોજ સૂકા ઝાડ કાપતી ટોળકીને રંગે હાથ ઝડપી પાડી હતી.મંગળવારે સૂકા ઝાડ કાપતા હોવાની જાણ થતા જાગૃત નાગરિકે ગામ લોકોને જાણ કરતા ગામ લોકો સ્થળ પર પહોંચી ઝાડ કાપતી ટોળકીને રંગે હાથ ઝડપી પાડી હતી.બાદમાં ઘુમાસણ ગામનો નરેન્દ્ર મફાજી સોલંકી ઝાડ કપાવતો હોવાનું સામે આવ્યું હતું.ફોરેસ્ટ વિભાગે પંચનામું કરી તપાસ શરૂ કરી