પાલીતાણાની જાણીતી સદવિચાર હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ચોટાલાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. તેઓ કેમેરા સામે ખુલ્લેઆમ સ્વીકારી રહ્યા છે કે કોઈ હોસ્પિટલ ૧૦૦% લીગલ નિયમો મુજબ ચાલતી નથી અને સરકાર તથા અધિકારીઓની મીઠી નજર હેઠળ બધું ગોઠવણથી ચાલે છે. ડિગ્રી વગરનો સ્ટાફ અને અધૂરી સુવિધાઓ હોવા છતાં તપાસ ટીમો કેમ આંખ આડા કાન કરે છે તેનો પર્દાફાશ થયો છે. શું દર્દીઓના જીવ જોખમમાં મૂકતા આવા સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થશે?