તારાપુર: તારાપુર દૂધ મંડળીમાં બે દિવસ દૂધનું ખરીદ-વેચાણ બંધ
Tarapur, Anand | Nov 3, 2026 તારાપુર દૂધ મંડળીમાં ફરી એકવાર ગેરરીતિ અને ભેળસેળનો કડક વીંટો વળ્યો છે. દૂધની નિયમિત તપાસ દરમિયાન અસામાન્ય (ભેળસેળવાળું) દૂધ મળી આવતા અમૂલ ડેરી દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે આજથી તારાપુર દૂધ મંડળીમાં બે દિવસ માટે દૂધનું ખરીદ-વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.અમૂલની સૂચના અને કાર્યવાહીના ભાગરૂપે મંડળી દ્વારા નોટિસ બોર્ડ પર આ અંગેની સત્તાવાર જાણ કરવામાં આવી છે.