જેતપુર: સમાજવાડી ખાતે જેતપુર દશા શ્રી વણિક જ્ઞાતિની ચૂંટણીમાં મહેન્દ્રભાઇ વોરાની પેનલના 10 ઉમેદવારોની જંગી બહુમતીથી જીત થઇ
Jetpur, Rajkot | Feb 8, 2024 જેતપુર દશા શ્રી વણિક જ્ઞાતિની ચૂંટણીમાં મહેન્દ્રભાઈ વોરા નવકાર ગ્રુપ પ્રેરિત પેનલના 11 ઉમેદવારો તથા ધર્મેશ બાવીસી પ્રેરિત પેનલના 6 ઉમેદવારો હતાં. જેમાં મહેન્દ્રભાઈ વોરા પ્રેરિત પેનલના 10 ઉમેદવારોની જંગી બહુમતીથી જીત થઈ હતી જ્યારે ધર્મેશ બાવીસીની પેનલના 1 ઉમેદવારની જીત થઈ હતી.