જેતપુર: જેતપુરના વડલી ચોક નવા દરવાજા પાસે રહેણાક મકાનમાંથી 101 ઇંગલિશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
Jetpur, Rajkot | Feb 6, 2024 જેતપુરના વડલી ચોક, નવા દરવાજા પાસે રહેતો પંકજ તેજા વાઘેલા નામના શખ્સે પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડયો તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે દરોડો પાડી મકાનમાં તપાસ કરતાં મકાનના આગળના રૂમમાં વોશીંગ મશીનની પાછળથી દારૂની ૧૦૧ બોટલ મળી આવતાં મકાન માલિક પંકજ તેજા વાઘેલા (ઉ.વ.૪૦) ની ધરપકડ કરી કુલ રૂ. ૧૦.૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ હાથ ધરી હતી.