જેતપુર: જેતપુરના વિવેકાનંદ સોસાયટીમાં વીજપોલ પર વાયર રીપેર કરવા ચડેલ વાયરમેનનું અકસ્માતે પડી જતા મોત થયું
Jetpur, Rajkot | Feb 8, 2024 વિવેકાનંદ સોસાયટીમાં વીજપોલ પર વાયર રીપેરીંગ કરવા માટે ચડેલો એક વાયરમેન અકસ્માતે વીજ પોલ પરથી નીચે પડતાં તેનું માથું ફાટી ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું. બનાવ સ્થળે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતાં કાફલો ધસી આવ્યો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો તેમજ તેના પરિવારને જાણ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરાઇ હતી.