દાહોદ નગરપાલિકા નવીન ભવન ખાતે સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
દાહોદ નગરપાલિકાના નવીન ભવન ખાતે શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફાઈ કર્મચારીઓ દરરોજ શહેરની સફાઈ, કચરા વ્યવસ્થાપન સહિતની વિવિધ કામગીરી સાથે સીધા જોડાયેલા રહે છે. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને કોઈપણ આરોગ્ય સમસ્યાની વહેલી તકે ઓળખ થઈ શકે તે હેતુસર આ મેડિકલ કેમ્પ યોજાયો હતો.
કેમ્પ દરમિયાન આશરે 55થી 60 સફાઈ કર્મચારીઓનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર સહિત સામાન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસ સાથે કર્મચારીઓને વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્યની કાળજી અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી આરોગ્ય સમસ્યાઓની સમયસર ઓળખ થાય અને જરૂરિયાત જણ