ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચકાતાં નાગરિકો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી પરેશાન થયા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં છેલ્લા 9 વર્ષમાં ઓક્ટોબર મહિનાની ગરમીનો નવો ઊંચો આંકડો સામે આવ્યો છે. બીજી તરફ, ભુજમાં 39.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી ગરમીનો આકરો મિજાજ યથાવત રહેવાની શક્યતા છે, જેથી હાલ પૂરતી ગરમીથી રાહત મળવાના સંકેત ઓછા છે.
#gujaratheat #ahmedabad #bhuj #gujaratweather #humdekhengenews