અહીં માત્ર મહિલાઓ જ રમે છે ગરબા! જાણો તુળજાભવાની મંદિરની અનોખી પરંપરા । Ahmedabad Kanchwado Story
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા કાચવાડામાં તુળજાભવાની માતાજીનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સાથે માતાજીએ સપનામાં દર્શન આપ્યા બાદ તેમની સ્થાપના કરવામાં આવી હોવાની અનોખી લોકવાયકા જોડાયેલી છે.
અહીં નવરાત્રિ દરમિયાન વર્ષો જૂની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. આ મંદિરે માત્ર મહિલાઓ જ ગરબા રમે છે. નાનકડી બાળકીઓથી લઈને વૃદ્ધ મહિલાઓ સુધી સૌ કોઈ એકસાથે પોતાના કંઠે પરંપરાગત ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે. અહીં DJ કે આધુનિક સંગીતને બદલે ભક્તિના સૂર સાથે ગરબાની રમઝટ જામે છે.
સમય બદલાયો, પેઢીઓ બદલાઈ અને સ્થાનિક રહેવાસીઓ પણ બદલાયા, પરંતુ કાચવાડાના સ્થાનિકોએ આ પરંપરાને આજે પણ જાળવી રાખી છે. આવનારી પેઢીઓ પણ આ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જીવંત રાખે તેવો સ્થાનિકોનો સંકલ્પ છે.
જુઓ Hum Dekhenge Newsના આ ખાસ અહેવાલમાં તુળજાભવાની માતાજીના મંદિરની અનોખી લોકવાયકા અને માત્ર મહિલાઓ દ્વારા રમાતા પરંપરાગત ગરબાની ઝલક.
આવા જ રસપ્રદ સમાચાર અને ગુજરાતની અનોખી પરંપરાઓ જાણવા Hum Dekhenge Newsને Subscribe કરો.
#humdekhengenews #ahmedabadgarba #navratri2026 #traditionalgarba #tuljabhavanimata
Ahmadabad City, Ahmedabad | Oct 14, 2026