કોડાય પોલીસની દારૂ સામે કાર્યવાહી: બે કેસમાં રૂ.3.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
માંડવી: કચ્છમાં દારૂબંધીના અમલ વચ્ચે કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા દારૂના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બે અલગ-અલગ કેસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ, બીયર, મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ રૂ.3,53,540નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રથમ કેસમાં 664 બોટલ સહિત રૂ.1.33 લાખનો મુદ્દામાલ
પ્રથમ કાર્યવાહીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 664 બોટલો તથા બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ.1,33,040નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ.500ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે અમૃતભાઈ શામજી રામાણી, રહે. બિદડા વાડી વિસ્તાર, તા. માંડવીને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે અર્જુન ભીખા સંઘાર અને બાબુ મંગા સંઘાર, બંને રહે. બિદડા, તા. માંડવી સામે �