કાલે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે, જ્યારે એક બાજુ મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ ભગવાનના પૃથ્વી પર અવતરણની ઉજવણી થશે, ત્યારે એ જ પવિત્ર ક્ષણને સાચા અર્થમાં ગૌસેવા સાથે જોડવાનો એક નાનો પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. 💙
જીવ સેવા આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત ઉમરસાડી માછીવાડના સંયુક્ત અભિયાન હેઠળ રસ્તાઓ અને કોસ્ટલ હાઈવે આસપાસ ફરતા નિરાધાર ગૌવંશને Reflective Collar Belt પહેરાવવામાં આવ્યા. 🐄✨
રાત્રિના અંધકારમાં વાહનચાલકોને ગૌવંશ સરળતાથી દેખાઈ શકે અને વારંવાર થતા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરી શકાય — એ જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
🙏 જન્માષ્ટમી માત્ર ઉજવણીનો પર્વ નથી, પરંતુ શ્રી કૃષ્ણના પ્રિય ગૌવંશ પ્રત્યે આપણી જવાબદારી નિભાવવાનો પણ એક સુંદર અવસર છે.
આવો, આ જન્માષ્ટમીને માત્ર ઉત્સવ નહીં પરંતુ “ગૌસેવા અને જીવદયા”ના સંકલ્પ સાથે ઉજવીએ #jivsevaaashry #janmashtamispecial❤️🎊🙏 #gaumata #viral #explorer
Valsad, Valsad | Sep 6, 2026