ખંભાત: જલુંધ ચોકડી પાસે દુકાન બહાર રાખેલી લોખંડના સળીયાની ચોરીનો પ્રયાસ
Khambhat, Anand | Mar 23, 2026 ખંભાત તાલુકાના જલુંધ ચોકડી પાસે આવેલી એક દુકાન બહારથી આશરે ₹૪૫,૦૦૦ની કિંમતના લોખંડના સળીયાની ચોરીનો પ્રયાસ કરાયો છે. આ મામલે દુકાનદારે સ્થાનિક દંપતી અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ અંગે મુકેશભાઈએ 1. સુરેશભાઈ રાજુભાઈ વાઘરી (રહે. જલુંધ ચોકડી) 2. નર્મદાબેન ઉર્ફે રીયા સુરેશભાઈ વાઘરી (સુરેશભાઈના પત્ની) 3.અન્ય બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.