તારાપુર: મોરજમાં ૧૦ ફૂટના અજગરનું રેસ્ક્યુ
Tarapur, Anand | Oct 27, 2026 મોરજ ગામે ૧૦ ફૂટ લાંબા અજગરનું સફળ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મૂકાયો છે. મોરજ-ઈસરવાડા રોડ પર છેલ્લા ચાર દિવસથી રાત્રિના સમયે અજગર જોવા મળતો હતો.મોરજ-તારાપુર રોડ પર આવેલા સાયોના વે બ્રિજની ચેમ્બરમાં અજગર દેખાતાં સ્થાનિક નાગરિકોએ સંપર્ક કરતા તારાપુરની નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી.આ દરમ્યાન અજગરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા.આશરે બે કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું.