ગાંધીનગર: દિલ્હી ચૂંટણીમાં ભાજપની જીત થતા કોબા કમલમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉજવણી કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કોબા ખાતે પોહચ્યા હતા. દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણી ભવ્ય વિજય ભાજપ દ્વારા હાંસલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટી કોબા કમલ ખાતે પોહચી જીતના જશ્ન માં સહભાગી થયી એક બીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. મુખ્યમંત્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ આગેવાન પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.