અંજારના ભીમાસરથી વરસામેડી જતા માર્ગ ઉપર ટ્રકએ એક્ટિવાને હડફેટમાં લેતાં એક્ટિવા પર સવાર ભલા રયજીભાઇ નાયકનું ત્યાં જ મોત થયું હતું. જ્યારે સુરેશ હરિભાઇ પરમાર નામના યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતા અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.