ભાઇપુરામાં આવેલી ભગવાનદાસની ચાલી પાસેથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકના માથાના ભાગે અને આંખની નીચે ઇજાના નિશાન મળી આવતા તેની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.