ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના રૂપારેલ ગામ નજીક બે બાઈક વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો
ઘોઘંબાના રૂપારેલ નજીક દામાવાવ રોડ પર ૧૧ જૂનના રોજ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાજોરા ગામના પ્રભાતભાઈ બારીઆ બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે આવતા બાઈક ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રભાતભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે પ્રથમ સીમલીયા અને વધુ સારવાર માટે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે દામાવાવ પોલીસ સ્ટેશનમાં અકસ્મા