આંકલાવ: ઉમેટા વિસ્તારમાં ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા વડોદરા ના 15 નબીરા ઝડપાયા
Anklav, Anand | Apr 11, 2026 આણંદ જિલ્લાના આંકલાવના ઉમેટા ગામે ફતેપુરા માનપુરા રોડ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે શુક્રવાર રાત્રે સાડા દશ વાગે રેઈડ પાડીને બીઝનેસ પાર્ટીમાં વિદેશી દારૂની મહેફિલ માણતાં વડોદરાના ૧૫ નબીરાઓ, બે મહિલાઓ અને એક યુવતી સહિત ૧૮ વ્યકિતઓને રૂપિયા ૧૦,૪૭,૮૫૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.