સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ મહિલા મોરચાનો હંગામો! રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર, મહિલાઓની અટકાયત
સુરતના રંગઉપવન ખાતે મકાઈ પુલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે મહિલા મોરચાના કાર્યકરોએ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપ મહિલા મોરચાએ બિમોલ અકોઈજમ સંબંધિત મુદ્દા અને મહિલા ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના સાંસદને બચાવવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો.
વિરોધને પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન વિરોધ કરી રહેલા ભાજપ મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
એક તરફ દિલ્હીમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો બીજી તરફ સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ મહિલા મોરચાના વિરોધથી રાજકીય માહોલ ગરમાયો હતો.
#SuratBreaking #SuratNews #BJPMahilaMorcha #Congress #RahulGandhi #GujaratPolitics #BJPvsCongress #સુરતસમાચાર #GujaratiNews #PoliticalNews
Surat Breaking News, Surat BJP Mahila Morcha Protest, સુરત ભાજપ મહિલા મોરચો, Congress Office Surat, Rahul Gandhi Protest, BJP Congress Faceoff, Gujarat Political News, Surat Congress Office, મહિલા મોરચા વિરોધ પ્રદર્શન, BJP Workers Detained, Surat Police Bandobast, Gujarati News Today, Gujarat Breaking News
Udhna, Surat | Oct 12, 2026