Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

વાપીમાં પોલીસે ઝડપ્યું ઇન્ટરનેશનલ ફેક કોલ સેન્ટર: કેનેડિયન નાગરિકોને ડરાવી લાખો રૂપિયા પડાવતી ગેંગના 11 સાગરીતો મુદ્દામાલ સાથે જેલભેગા. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને વિદેશી નાગરિકોને નિશાન બનાવતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે વાપીના હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં રાતના અંધારામાં ધમધમતા એક હાઈટેક ઇન્ટરનેશનલ નકલી કોલ સેન્ટર પર બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ શાતિર ઠગો કેનેડાના તપાસ અધિકારીઓ બનીને ત્યાંના નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવી લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઠગ ગેંગ કેનેડિયન નાગરિકોને ફોન કરીને 'તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર વસ્તુઓ મળી છે અને જો ધરપકડથી બચવું હોય તો રૂપિયા આપો' તેમ કહી ઓનલાઈન નાણાં પડાવતી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી લેપટોપ, કેનેડિયન નાગરિકોનો ગુપ્ત ડેટા, મોબાઈલ ફોન સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ હાઈટેક કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અત્યાર સુધી કેટલા વિદેશી નાગરિકો ભોગ બન્યા છે, તે દિશામાં પોલીસે તમામ આરોપીઓને જેલભેગા કરી આગળની સઘન તપાસ તેજ કરી છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 11, 2026

MORE NEWS

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વલસાડમાં ‘સપોર્ટ માર્ચ’ પદયાત્રા યોજાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમની ધરપકડના વિરોધમાં વલસાડ ખાતે એક ‘સપોર્ટ માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને પદયાત્રાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગાવીત, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ સહિત પ્રદેશના અનેક નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ પદયાત્રા શરૂ કરે તે પહેલાં જ વલસાડ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે નિયમ અનુસાર તમામની અટકાયત (ડિટેઇન) કરી લીધી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અંગે પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં વલસાડમાં શાંતિપૂર્ણ પદયાત્રા યોજવાની તૈયારી હતી, પરંતુ પોલીસે કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ તમામ પદાધિકારીઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વલસાડમાં ‘સપોર્ટ માર્ચ’ પદયાત્રા યોજાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમની ધરપકડના વિરોધમાં વલસાડ ખાતે એક ‘સપોર્ટ માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને પદયાત્રાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગાવીત, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ સહિત પ્રદેશના અનેક નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ પદયાત્રા શરૂ કરે તે પહેલાં જ વલસાડ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે નિયમ અનુસાર તમામની અટકાયત (ડિટેઇન) કરી લીધી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અંગે પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં વલસાડમાં શાંતિપૂર્ણ પદયાત્રા યોજવાની તૈયારી હતી, પરંતુ પોલીસે કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ તમામ પદાધિકારીઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 26, 2026

ભીલાડ રેલવે અંડરપાસનું કામ પૂર્ણ, 30મી જૂને પ્રજા માટે ખુલ્લો મુકાશે
વલસાડ-ડાંગ સંસદીય ક્ષેત્રના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના સતત પ્રયાસોથી ભીલાડ વિસ્તારનો વર્ષો જૂનો ટ્રાફિકનો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. ભીલાડ ખાતે છેલ્લા લાંબા સમયથી અધૂરું રહેલું રેલવે અંડરપાસનું કામ હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આ અંડરપાસ ટેકનિકલ કારણોસર અટકેલો હતો, જેની ગંભીરતા સમજીને સાંસદ ધવલભાઈ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી ધારદાર રજૂઆતો કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત ફોલોઅપ લીધા બાદ આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી છે.
આગામી 30મી જૂનના રોજ સવારે 11 કલાકે આ નવનિર્મિત અંડરપાસને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંડરપાસ શરૂ થતાં જ ભીલાડ અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારના હજારો વાહનચાલકોને રોજબરોજની ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે.

વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

ભીલાડ રેલવે અંડરપાસનું કામ પૂર્ણ, 30મી જૂને પ્રજા માટે ખુલ્લો મુકાશે વલસાડ-ડાંગ સંસદીય ક્ષેત્રના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના સતત પ્રયાસોથી ભીલાડ વિસ્તારનો વર્ષો જૂનો ટ્રાફિકનો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. ભીલાડ ખાતે છેલ્લા લાંબા સમયથી અધૂરું રહેલું રેલવે અંડરપાસનું કામ હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આ અંડરપાસ ટેકનિકલ કારણોસર અટકેલો હતો, જેની ગંભીરતા સમજીને સાંસદ ધવલભાઈ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી ધારદાર રજૂઆતો કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત ફોલોઅપ લીધા બાદ આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી છે. આગામી 30મી જૂનના રોજ સવારે 11 કલાકે આ નવનિર્મિત અંડરપાસને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંડરપાસ શરૂ થતાં જ ભીલાડ અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારના હજારો વાહનચાલકોને રોજબરોજની ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 26, 2026