જેતપુર પાવી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત
જેતપુર પાવી પોલીસ દ્વારા ગુમ થયેલ વિવિધ કંપનીના કુલ ૩ મોબાઇલ અરજદારોને પરત કર્યા
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જેતપુર પાવી પોલીસ દ્વારા ગુમ થયેલ વિવિધ કંપનીના કુલ ૩ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, કિંમત રૂપિયા ૪૬,૯૩૯/-, સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા. પોલીસે મળેલ મોબાઈલ તેમના હકદાર અરજદારોને પરત સોપ્યા હતા. આ કામગીરીથી અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને પોલીસે કરેલી કામગીરીને સર્વત્ર પ્રશંસા મળી રહી છે.