હાલોલ: પાવાગઢ ડુંગર પર ઝાડ પર લટકતો અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો,પોલીસે તપાસ હાથ ધરી
પાવાગઢ ડુંગર પર જંગલ વિસ્તારમાંથી તા.27 માર્ચ શુક્રવારના રોજ એક અજાણ્યા પુરુષનો ઝાડ પર લટકતો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પુરુષનો મૃતદેહ ઝાડ પર લટકતો હોવાનું કેટલાક યાત્રિકો ના ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ઝાડ પરથી ઉતારી કબ્જે લીધો હતો.