પોરબંદર: પોરબંદરમાં સાયકલ સવાર મહિલાને ટક્કર મારી બાઇકચાલક ફરાર, ગંભીર ઈજા
પોરબંદરના એચ.એમ.પી. રોડ પર GJ-25-K-6011 નંબરના બાઇકે સાયકલ સવાર જ્યોતિબેન મજીઠીયાને ટક્કર મારી. અકસ્માતમાં મહિલાના દાંત તૂટ્યા અને જડબામાં ફ્રેક્ચર થયું છે. બાઇકચાલક ફરાર થતા કમલાબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.