ગારિયાધાર: નાનીવાવડી ગામે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગારીયાધાર તાલુકાના નાનીવાવડી ગામે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર મોટા ખાડાઓ પડી જતાં દૈનિક અવરજવર જોખમી બની ગઈ છે. ખાસ કરીને વરસાદી મોસમમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ખરાબ રસ્તાના કારણે સમય અને ઇંધણનો બગાડ તો થાય જ છે, સાથે વાહનોને પણ નુકસાન પહ