આધી રોટી ખાઈશું.બાળકોને ભણાવીશું'ના સુંદર સૂત્ર સાથે ઈદે મિલાદુન્નબીના જુલૂસમાં શૈક્ષણિક કિટનું વિતરણ
દાહોદ શહેરમાં જશ્ને ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર પર ભાઈચારા અને શિક્ષણના ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો. 'આધી રોટી ખાઈશું, પણ બાળકોને ભણાવીશું' જેવા પ્રેરણાદાયી સ્લોગન સાથે અંજુમને બરકાતીયા દાહોદ દ્વારા એક સુંદર શૈક્ષણિક પહેલ કરવામાં આવી.હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે જશ્ને ઈદે મિલાદુન્નબીની દાહોદમાં ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે નીકળેલા રોશન જુલૂસમાં અંજુમને બરકાતીયા દાહોદ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકો અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત થાય તેવા શુભ આશયથી એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.જુલૂસ દરમિયાન નાના-મોટા બાળકોને બોલપેન,પેન્સિલ અને કંપાસ બોક્સ સહિતની શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.અંજુમને બરકાતીયાના સભ્યોએ "આધી રોટી ખાઈશું, પણ બાળકોને ભણાવીશુ
Dohad, Dahod | Aug 26, 2026