સાયલા: સાયલાના વાલ્મિકી સ્મશાનમાં પાણીની સમસ્યાનો અંત, 2.25 લાખના ખર્ચે શરૂ થયું બોરવેલનું કામ
સાયલાના વાલ્મિકી સ્મશાનમાં પાણીની લાંબી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. લોકફાળા અને ગ્રામ પંચાયતના સહયોગથી રૂ. 2.25 લાખના ખર્ચે નવા બોરવેલનું ખાતમુહૂર્ત કરાયું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી સ્થાનિકોને મોટી રાહત મળશે.