માંડવી: વાડા ગામે જનભાગીદારીથી તળાવ ઊંડાણ કામગીરીનો પ્રારંભ
Mandvi, Kutch | May 2, 2026 માંડવી તાલુકાના વાડા ગામે હયાત તળાવને સંપૂર્ણ જનભાગીદારીના સંકલ્પ સાથે ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે આ કામગીરીમાં સરકાર તરફથી એક રૂપિયાની પણ સહાય લેવામાં આવી નથી, પરંતુ ગામના ખેડૂતો પોતે જ એકજૂટ થઈને કાર્યમાં જોડાયા છે.આ કાર્યનો શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામજીભાઈ ધોળુ દ્વારા મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું,